ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 25

  • 2.2k
  • 2
  • 1.2k

૨૫ સોરઠની વિશિષ્ઠ પરંપરા ઉદયનને પરશુરામે સમાચાર આપ્યા હતા, તેમાંથી જ એક અનુમાન સ્પષ્ટ હતું: ભુવનેશ્વરીને લક્ષ્મીરાણી સહીસલામત જવા દેશે કે નહિ, એની એના મનમાં જબરદસ્ત શંકા હતી. પણ હવે કેશવ એને દ્વીપ સુધી પહોંચાડવામાં સફળ નીવડે, તો એક અમૂલ્ય તક સાંપડી જતી હતી. એ સંબંધમાં બંદોબસ્ત કરવાનો હતો તે રાતમાં ને રાતમાં કરી નાખ્યો હતો, પ્રભાતે એને ધારાગઢ તરફ જવાનું હતું. પરશુરામે એને પેલી બાઈ વિશેની વાત – એકસો ને એકમી વખત ફરીથી સંભળાવી. એ વાત કહેવામાં પરશુરામને રસ આવતો. એમાંથી ઉદયનને ખાતરી થઇ ગઈ કે, કહો ન કહો, પણ એ વાતમાં કાંઇક ભેદ રહ્યો છે. એટલે પોતે સંધિની