૨૩ ઉદયનનો એક જ રાત્રિનો અનુભવ આજે મંત્રણાસભા શરુ થઇ ત્યારથી અત્યાર સુધીના થોડા સમયમાં પણ એટલા બનાવોની પરંપરા ઉદયનને જોવી પડી હતી કે એમાંથી કયા બનાવને કેટલું મહત્વ આપવું એ વિશે હજી એ કાંઈ સ્થિર વિચારણા જ કરી શક્યો ન હતો. મંત્રણાસભાની શરૂઆત થઇ – અને પરશુરામ મળ્યો. ત્યાગવલ્લીની વાતનું સાચું મૂલ્યાકન માંડે તે પહેલાં તો ત્રિભુવન અને જગદેવની વાતે એનું ધ્યાન ખેંચ્યું. દંડનાયક ને પરમારની વિદાય વિશે વિચારે ન વિચારે, ત્યાં કેશવ નાયક આવ્યો. અને હજી કોણ જાણે કયો નવો રંગ નીરખવાનો હતો, એ કેવળ અનુમાનનો વિશેય હતો! એના સ્તંભતીર્થમાં એક જ રાત્રિમાં આટલા અનુભવો એને ક્યારેય મળ્યાં