ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 16

  • 2k
  • 1
  • 1.4k

૧૬ જયસિંહદેવની શોધમાં કેદારેશ્વરના મંદિરમાંથી અદ્રશ્ય થયેલા મહારાજ જયસિંહદેવ ક્યાં હોઈ શકે એ મુંજાલને માટે હવે અગત્યનો પ્રશ્ન બની ગયો. એટલામાં એણે રાજમાતાની પાલખીને આવતી જોઈ. તે સમજી ગયો. હજી મહારાજનો પત્તો ન હતો. મહારાજ જયસિંહદેવે એક અનોખી પ્રણાલિકા સ્થાપી હતી. કોઈ વાતની જાતમાહિતી મેળવવા કે પરદુઃખમાં અચાનક મદદ કરવા ઘણી વખત આ પ્રમાણે અદ્રશ્ય થઇ જતા. મહારાજની એ સ્થાપિત પ્રણાલિકા હોવાથી એમની આવી ગેરહાજરી એકદમ નજરે ચડી આવે તેમ ન હતી એ ખરું પણ મુંજાલને તો ધુબાકાની વાતચીત યાદ હતી. મહારાજ ત્યાં હતા – કે ખેંગારને પાછો ફરતો રોકવાનો નવો યત્ન આરંભી બેઠા હતાં – કે પરદુઃખી સમાચારે એમણે