૧૪ હવે શું થાય? એક ક્ષણભર તો મુંજાલ અવાક જેવો ત્યાં ઊભો જ રહી ગયો. એને રાજાના આ વિચિત્ર વર્તનમાં કાંઈ સમજણ પડી નહિ. મહારાજ ત્યાં હતાં નહિ અને દેશળની સાથે રહીને લીલીબાને હાથમાં લેવાની પૂરેપૂરી જરૂર હતી. પળપળ વખત ચાલ્યો જતો થો. દેશળને કાલે તો પાછા વળવાનું હશે. મુંજાલને ચોક્કસ ખાતરી થઇ ગઈ કે રાજા અત્યારે વિક્રમી સ્વપ્નના એક એવા ભવ્ય ખ્યાલમાં રમી રહ્યો છે કે એ હાજર હોત તો દેશળની વાતમાં ઉલટાનું ભંગાણ પડત. તેણે આસપાસ જોવા માંડ્યું. બીજા પણ બે-ત્રણ સ્તંભની પાછળ એ જઈ આવ્યો. ત્યાં તો કોઈ હતું નહિ. એણે પોતાની યોજના પોતાની જ જવાબદારી ઉપર