ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 12

  • 2.2k
  • 1
  • 1.5k

૧૨ મુંજાલનો સંકેત  આછા ઉજાસ અને ઘેરા અંધારભરેલા જંગલરસ્તે થઈને જયદેવ અને મુંજાલ રાજમાર્ગે ચડી જવા માટે આગળ વધી રહ્યા હતા. ખેંગાર એ રસ્તે થઈને જ ત્રિવેણીસંગમ તરફ જઈ શકે તેમ હતું. એટલે એ રસ્તે નીકળી જાય, તે પહેલાં રાજમાર્ગે કે રાજમાર્ગ પાસે એમણે પહોંચી જવાનું હતું. પણ મુંજાલના મનમાં મહારાજના અત્યારના વર્તને એક જબરદસ્ત ગડભાંગ ઊભી કરી દીધી હતી. દેશળવાળી યોજના એણે ઘડી કાઢી. એક સુભગ પળે મહારાજ જયસિંહદેવની સંમતિ પણ એ મેળવી શક્યો આખી યોજનાને સાંગોપાંગ પાર ઉતારવાની એની તૈયારી હતી. ત્યારે આ શું? મહારાજે એને સંમતિ આપી એ ઉપરટપકેની હતી એમ સમજવું? શું સમજવું? ભા દેવુભા સાથે