ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 11

  • 2.9k
  • 3
  • 1.7k

૧૧ રા’ ખેંગાર ભા દેવુભાના શબ્દો દંડનાયક ત્રિભુવનપાલને શરસંધાનની પેઠે વીંધી ગયા હતા. તેણે પોતાની અણિશુદ્ધ રાજપૂતી વટલાતી લાગી. તેણે મહારાજને પોતાને મળવાનો નિર્ણય કયો. એનું પરિણામ સ્પષ્ટ હતું. એને પાછા લાટમાં જવું પડત અથવા મહારાજ આ મોરચો એને જ સોંપી દેત. મુંજાલને એ વસ્તુ પોસાય તેમ ન હતી. એને લાટમાં પાછો મોકલવાનો જ હતો, પણ મોકલવાને હજી વાર હતી હમણાં એને આંહીં રાખવો હતો. દેશળ સોમનાથમાં કેવોક વરસે છે, એના ઉપર વાતનો મદાર હતો. નહિતર ત્રિભુવનપાલ વિના ગિરનારી દુર્ગ હાથ કરવો વસમો પડે તેવો હતો. તેણે મહારાજ સાથેની એની મુલાકાત આગળ ઠેલાવ્યે રાખી. ત્રિભુવનપાલ ખિજાયો. જગદેવ તો પાછો સોમનાથ