ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 9

  • 2.4k
  • 1
  • 1.5k

૯ રા’ ખેંગારનો રણઘેલો જવાબ મુંજાલ ભા દેવુભા પાસે આવ્યો ત્યારે એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. પરશુરામ તો સીધો ચાલ્યો ગયો હતો. પણ ભા દેવુભા, ત્રિભુવનપાલ દંડનાયક અને જગદેવ પરમાર જુગજુગના મિત્રો હોય તેમ એકબીજા સાથે રણક્ષેત્રની વાતોનો આનંદ કરી રહ્યા હતા. ખેંગારની વાતે ત્રિભુવનને અને જગદેવને લગભગ એના પ્રશંસક બનાવી દીધા હોય તેમ એને લાગ્યું. મુંજાલ કળી ગયો. એને દેવુભા ભયંકર લાગ્યો. તેણે એક અર્થવાહી દ્રષ્ટિ દેશળ ઉપર કરી લીધી. દેશળની પાસેથી પસાર થતાં તેણે ધીમેથી એને કહ્યું: ‘સોમનાથમાં ગ્રહણે મળીશ. મહારાજે હા કહી છે. પણ હમણાં તો તમને તતડાવીશ!’ દેશળને પહેલાં બે વાક્યોનો મર્મ સમજાયો. ત્રીજું શા વિશે