ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 1

(15)
  • 6.4k
  • 1
  • 4.7k

જયસિંહ સિદ્ધરાજ ધૂમકેતુ ૧ સોમનાથના સમુદ્રતટે ચન્દ્રમૌલીશ્વર ભગવાન સોમનાથના મંદિરનો હંમેશનો નિયમ પ્રમાણે થતો, રાત્રીનો છેલ્લો ઘંટાઘોષ, સમુદ્રના જલતરંગો ઉપર થઈને દૂર દૂરનાં અગાધ નીરમાં શમી ગયો. રાત્રે ખડો ચોકીપહેરો કરનાર પહેરેગીરો કોટની હૈયારખી પાસે તરત દેખાયા. તેમણે અરસપરસ પોતપોતાની જગ્યા સાંભળી લીધાનો સંકેતશબ્દ આપી દીધો. થોડી જ વારમાં ફરસબંધી ઉપર થઈને, મુખ્ય દ્વાર તરફ જતો કોઈની ચાખડીનો અવાજ કાને પડ્યો. મઠપતિ મુખ્ય દ્વાર તરફ જઈ રહ્યા હતાં – રાત્રિની છેલ્લી ઘોષણા આપવા. એની પાછળ-પાછળ એક સાધુ ચાલતો હતો.  તે મંદિરના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યો. દ્વારપાલો ભાલા નમાવીને તેને પ્રણમી રહ્યાં. નગારા ઉપર છેલ્લો ડંકો થયો: એક ઘંટો પડ્યો અને