સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 115 - છેલ્લો ભાગ

(70)
  • 4.4k
  • 5
  • 2.1k

નૈનતારા તો પોતાનાં પિશાચી બાપને આવી હાલતમાં જોઈને થરથરી ગઈ એને તિરસ્કાર અને શરમ આવી ગઈ પણ ત્યાં ગુરુ સદાનંદજીએ હાથથી જોરથી તાળીઓ પાડી અટ્ટહાસ્ય કરતાં કહ્યું " સાંઠે બુધ્ધી નાઠી ... આટલો પ્રખર અઘોરી થઇ એક મૃત શરીરની વાસનામાં કેદ થયો ? તારું અઘોરીપણું તેં દાવે લગાવ્યું... સારાં માટેજ થયું.”સદાનંદજીએ તાત્કાલિક ત્યાં પડેલું કમંડળ લઈને એમાંથી હાથમાં જળ લીધું અને તંત્રમંત્ર ભણવાં શરૂ કર્યા અને જડ પિશાચ ભેરુનાથ પર છાંટ્યું. ભેરુનાથતો એલોકોની હાજરી જોઈને હતપ્રભ થયો એ એટલો નાસીપાસ થઇ ગયો કે બધુંજ જાણે ભૂલવા માંડ્યો... એણે ક્રોધ કરી સદાનંદજીને પડકાર્યા પણ એ જાણે ભૂલવા માંડ્યો. એ વાસંતીને છોડી...