પ્રણય પરિણય - ભાગ 67

(26)
  • 4.1k
  • 2
  • 2.3k

પ્રણય પરિણય ભાગ ૬૭ગઝલએ તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. વિવાને તેની કમર ફરતા હાથ વીંટાળીને તેને ઉંચકી લીધી અને બેડ પર લઈ ગયો અને તેને સૂવડાવીને પોતે સાઈડમાં થયો. વિવાને કોણીએથી હાથ વાળીને તેના આધારે માથુ ટેકવ્યું હતું. તે એક પડખે સૂઈને ગઝલ સામે જોઈ રહ્યો હતો. શરમાઈને ગઝલએ બંને હાથ વડે પોતાનો ચહેરો ઢાંકી લીધો. વિવાને તેના ચહેરા પરથી હાથ હટાવીને એને પોતાની તરફ ખેંચી.'ગઝલ..' વિવાન એકદમ લાગણીભર્યા અવાજે બોલ્યો. તેને ગઝલને ખૂબ પ્રેમ કરવો હતો. લગ્ન થયા ત્યારથી તેણે પોતાની બધી ઈચ્છાઓ દબાવી રાખી હતી. એ ગઝલની ઘેરી કથ્થઈ આંખોમાં જોઈ રહ્યો. ગઝલ પણ તેની સામે