વિરૂદ્ધ પરિબળો

  • 2.3k
  • 980

સવારના પહોરમાં આજે પરમ સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો હતો. આજે હું મોડી આવીશ’. કહી પારો એ છેલ્લો ઘુંટડો ચાનો પીધો. ‘ કેમ આજે વળી પાછું શું છે’? ‘આજે મિટિંગમાં બધું નક્કી કરવાનું છે’. તને યાદ છે ? ‘ હવે આવતા રવીવારે થવાના ભવ્ય કાર્યક્રમ માટેનાં છેલ્લા નિર્ણયો મારે લેવાના છે’. ‘અરે, પણ તું તો રવીવારે તારા મેડિકલ સેમિનારમાં જવાનો છે’. પારો એક પછી એક વાક્ય બોલી રહી હતી. ‘હા, ડાર્લિંગ’. કહી મોઢા પર મધુરું મુસ્કાન ફરકાવતો પરમ ચા પીને ઉભો થયો. પારો નારાજ થઈ, નિરાશાની વાદળી તેના મુખ પર પ્રસરી ગઈ. રવીવારના કાર્યક્રમનો સમગ્ર દોર તેના હાથમાં હતો. તેનો