જલપરી ની પ્રેમ કહાની - 26

  • 2.4k
  • 1.1k

જરા સંભાળીને મહારાજ. મહારાજ ને સંભાળતા મુકુલ ના મુખમાંથી શબ્દો સરી પડ્યા. મહારાજે આંખ ઊંચી કરીને જોયું તો પોતાની જાત ને મુકુલ ના હાથ ના સહારે જોઈ એ જોતાં જ રહ્યા. મહારાજ.....ઉપસ્થિત સૌનો જીવ તાળવે ચોંટી ગયો. પિતામહારાજ....મીનાક્ષી વ્યાકુળ થઈ ઝડપ થી મહારાજની નજીક આવી. આપ ને શું થયું પિતામહારાજ, આપ ઠીક તો છો ને? મહારાજ હજુ પણ મુકુલ ના મોઢા સામે જોઈ રહ્યા છે, મુકુલ ની સ્નેહ નીતરતી આંખો ના જાદુએ મહારાજને જાણે મોહિત કરી દીધા છે. આ તમે પૂછી રહ્યા છો રાજકુમારી કે શું થયું મહારાજ? જુઓ રાજકુમારી માનવો એ આપેલા ઘા હજી મહારાજ ના હૃદય પર તાજા