ક્રિમિનલ કેસ - ભાગ 11

  • 3.3k
  • 1
  • 2.1k

“તમેે કરી શું રહ્યા છો આટલા દિવસથી ઈન્સપેકટર. મને પરિણામ જોવે છે. એ સનકી માણસને જલ્દી પકડો. મારા પર ઉપરથી પ્રેશર આવે છે.” કમિશનર રાજેશ ચાવલાનો અવાજ આખી કેબીનમાં ગુંજી ઉઠ્યો.“જી સર!! મે અમદાવાદ પુલિસ સાથે પણ વાત કરી લીધી છે. ત્યાં પણ શોધ ચાલુ છે. તે પહેલાં અમદાવાદમાં જ પકડાયો હતો અને તેનું ગામ પણ ત્યાંથી થોડે દૂર રતનગઢ છે. એટલે એ ત્યાં જરૂર જશે.” ઈન્સપેકટર અજયે કહ્યું“જે કરવું પડે એ કરો. બે મર્ડર થઈ ગયા છે. એક અમદાવાદમાં અને એક મુંબઈ. આ પેટર્ન પહેલા જેવી જ છે એનો સીધો અર્થ છે કે સત્યવાન જ ખૂની છે. એટલે મને