સપ્ત-કોણ...? - 5

  • 2.9k
  • 1.8k

ભાગ - ૫વ્યોમ અને ઈશ્વા જે તરફ કદમ ઉપાડી રહ્યા હતાં એની વિરુદ્વ દિશામાં ઉગેલી ઝાડીઓ પાછળથી બે આંખો એમને તગતગીને જોઈ રહી હતી....મંદિરની આસપાસ જે વસ્તી હતી એ ત્યાંના વર્ષોથી રહેતા આવેલા આદિવાસીઓના ઘરો હતાં. અણઘડ, અભણ, અણસમજુ આદિવાસીઓ લાગણીભૂખ્યા હતાં. કલ્યાણીદેવીએ એમના વિકાસ અર્થે ઘણો પ્રયાસ કર્યો હતો અને થોડેઘણે અંશે સફળ પણ થયા હતા. હજી આધુનિકતાના વાયરા અહીં સુધી પહોંચ્યા નહોતા. પોતાની મસ્તીમાં રહેવું, થોડીઘણી ખેતી અને માતાજીની સેવા ચાકરીમાં જ પોતાનું જીવન વ્યતીત કરતો આ આદિવાસી સમાજ હજી ઘણો પછાત હતો. વ્યોમ અને ઈશ્વા ઓટલે બેઠેલ વડીલોના આશીર્વાદ લઈ ગાડીમાં ગોઠવાયા. કૌશલ અને દિલીપ પણ બધા