હું ઘરે પહોંચ્યો એ પહેલાં તો મારા કૉલેજ ટોપ કરવાના સમાચાર પહોંચી ચૂક્યા હતા. આખો પરિવાર મારું સ્વાગત કરવા દરવાજે ઉભુ હતું. જેવો મેં ઘરમાં પ્રવેશ કર્યો કે એક ગગનભેદી હર્ષનાદ થયો.મારી પાસેથી એક જ આશા રાખવામાં આવી હતી કે હું ગમે તેમ પડતાં આખડતા પાસ થઈ જાઉં.કારણકે મારું અત્યાર સુધીનો દેખાવ પણ એવો જ હતો.એટલે મારું કૉલેજ ટોપ કરવું એ ક્રિકેટમાં કોઈ નંબર ૧૧બેટ્સમેન શતક ફટકારી દે તેવી ઘટના હતી.સાંજ સુધી મારા ઘરમાં મેળાનો માહોલ રહ્યો.લોકો મુલાકાતે આવતા રહ્યા...ફોન કરતા રહ્યા ..અને તેમને પ્રતિભાવ આપતો રહ્યો. આમાં ને આમાં જ મારો દિવસ પસાર થઈ ગયો.સાંજે હું નવરો પડ્યો તો