મેઘના બહેનની હાજરીમાં જ મનુ અને સમુએ, તેમની માતા બહાર જાય ત્યારે, મળી સંપીને રહેવાનું જાતે જ કબૂલ કર્યું. તેમની સમજદારી જોઈ મેઘનાબહેન અને સવલી, બેયને તેમનાં ઉપર માન થયું. હજી થોડા જ સમય પહેલાં ઝૂંપડપટ્ટીની ધૂળિયા નિશાળમાં માંડ ભણવા જતાં આ ભાઈ બહેન થોડાં જ દિવસમાં કેટલાં બદલાઈ ગયાં હતાં. તે બેય બોલ્યાં કે મા જે ભોજન બનાવી ગઈ હશે તેને તે બેય મળી-સંપીને જમી લેશે અને થોડો આરામ કરી ગૃહકાર્ય કરી લેશે. હવે સાંજે તેમનાં પિતા આવે એટલે તેમની સાથે વાત કરવાની બાકી હતી. થોડી જ વારમાં સમુ - મનુનાં ટ્યુશન ટીચર આવી ગયાં. તે બેય ખૂબ ધ્યાનથી