ચોરોનો ખજાનો - 40

  • 2.5k
  • 1
  • 1.5k

ડેનીનો ઈલાજ જ્યારે સિરતે શંખનાદ કર્યો ત્યારે ડેની અને દિવાનની તલવારબાજીમાં ડેનીનું ધ્યાન ભંગ થયું અને તેના હાથ ઉપર દિવાનની તલવાર ઊંડો ઘા કરી ગઈ. ડેનીની તકલીફ જોઇને સિરત અતિશય દુઃખી હતી. તે ડેનીને પોતાની બાથમાં લઈને ત્યાં જ બેસીને રડી રહી હતી. ડેનીની અને તેના કારણે સિરતની તકલીફ જોઇને ત્યાં હાજર દરેક જણે શું રીએકશન આપવું તે કોઈ સમજી ન્હોતું શકતું. દિવાન તો પોતાના કારણે હમણાં હમણાં આ બીજી ભૂલ થઈ ગઈ હતી તે વિચાર માત્રથી જ પોતાના નસીબને મનમાં ને મનમાં ગાળો ભાંડી રહ્યો હતો. ત્યાં ઉપસ્થિત દરેક જણ અત્યારે ગભરાઈ ગયેલા હતા. કોઈ જાણતા નહોતા કે ડેનીની