તેઓ ખુશ હતા સુંદર અને સોનેરી સવાર. લૂણી નદીના નમકીન પાણીમાં પડી રહેલા સૂર્યના કિરણો એક અલગ જ ચમક ઊભી કરી રહ્યા હતા. નદીના કિનારા પાસે એક જગ્યાએ લોકો ટોળું વળીને ઊભા હતા. બધા જોર જોરથી કિલકારીઓ કરતા ખુશી ખુશી નાચી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે તેમને કોઈ ખુશીના સમાચાર મળ્યા હોય. હજી થોડીવાર પહેલા જ તેમની સાથે આવેલા ઓફિસરોએ રાજ ઠાકોર અને સુમંતને કહ્યું હતું કે આ જહાજ હજી સફર વધારે એક કરવા માટે સક્ષમ છે. હવે તેઓ ઈચ્છે તેવા ફેરફાર કરીને આ જહાજને ઉપયોગમાં લઈ શકે તેમ છે. આ સમાચારથી ખુશ તો બધા જ હતા પણ