ચોરોનો ખજાનો - 30

  • 2.5k
  • 1
  • 1.5k

જીત કે હાર રજની નામની બાર વરસની એક ક્યુટ રાજસ્થાની છોકરી પોતાની સાથે તેની બિન્ની નામની એક બકરીને લૂણી નદીના કાંઠા પાસે ચરાવી રહી હતી. બિન્ની પણ રણની રેતીમાં ઊગેલું જીણું જીણું ઘાસ ચરી રહી હતી. હાથમાં એક નાનકડી લાકડી અને એક ખભે નાની બોટલમાં પાણી ભરીને રજની પોતાની પ્રિય બકરીની પાછળ પાછળ ફરી રહી હતી. જો કે રોજ તો તે તેના બાપુ સાથે ઘણા બધા બકરાઓ લઈને ચરાવવા જતી, પણ આજે તે એકલી તેની પ્રિય પાલતુ બિન્નીને લઈને નીકળી પડેલી. બિન્ની પણ તેની દરેક વાત એક સમજુ જાનવરની માફક માનતી. અચાનક બિન્ની નદીની કોતરોમાં ઊંચે એક જગ્યાએ ઊગેલું ઘાસ