ચોરોનો ખજાનો - 28

  • 2k
  • 1
  • 1.2k

મનનું સમાધાન જલંધર જહાજ તરફ જઈ રહેલા બધા લોકો હવે આખા દિવસની સફરના અંતે થાક્યા હતા એટલે આરામ કરવા લાગ્યા. તેમને બધાને ખુબ સારી ઉંઘ આવવાની હતી. અત્યારે તેઓ એવી જગ્યાએ હતા જેના વિશે કોઈ જ જાણતા નહોતા પણ તેમ છતાં તેઓ પૂરી રીતે સુરક્ષિત હતા. જ્યારે બીજા દિવસની સવાર થઈ ત્યારે રાજ ઠાકોર અને તેની સાથે આવેલા ઓફિસરો સૌથી પહેલા ઉઠી ગયા હતા. તેઓ જહાજ જોવા માટે જે રીતે ઉત્સાહિત થઈ રહ્યા હતા તે બધા જોઈ શકતા હતા. તેઓ સવારમાં વહેલા ઊઠીને પોતાને આપવામાં આવેલા રૂમની બહાર આવ્યા, પણ તેમને ત્યાં હાજર અમુક પહેલવાન જેવા ચોકીદાર સિવાય કોઈ દેખાયું