ક્રિમિનલ કેસ - ભાગ 10

  • 3.4k
  • 1
  • 2.4k

“ફિન.... ફિન નામ રાખશું”વિવાન અને અભય સાથે બોલ્યા.વિવાન અભય સામે જુએ છે. જ્યાં અભયના ચહેરા પર હળવું સ્મિત હતું. “એક મિનિટ તમે બન્ને એક જ સાથે સરખું નામ કેવી રીતે બોલ્યા?”આચલએ પ્રશ્ન કર્યો. આ સાંભળતા જ બન્ને એકબીજા સામે જોવા લાગ્યા. “અં... અઅ.. અરે એ તો એમજ અમારા મોઢામાંથી નીકળી ગયું. કદાચ આ નામ આના માટે જ હોય એટલે અમે સાથે બોલ્યા.” અભય બોલ્યો. અભયની આ વાત આચલના ગળે ના ઉતરી પણ પછી વધારે પૂછ્યા વગર બધા એ આ નામ માની લીધું. ત્યાં જ પીહુને કામ્યાનો ફોન આવ્યો અને બધાને કાર રોકવાનું કારણ પૂછ્યું. પીહુ બધી વાત વિસ્તારમાં જણાવે છે.