ગતાંકથી... અરે જવા દો એ વાત .એના કરતાં પણ વધારે અગત્યની વાત તો નવાબ અલ્લીની છે. આપણે જે કામ સ્વીકાર્યું છે તે પૂર્ણ થયા બાદ નવાબ અલ્લી મને પોતાના દેશમાં લઈ જવાનો છે." હવે આગળ... "તમારી મરજી હશે ને!" જુલી એક અનોખું જ લટકું કરી બોલી: "ના મેં તેને સાફ ના પાડી દીધી છે. તે મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર હતો, છતાં મેં તેને એ કામમાં સંમતિ આપી નથી. મારી ના સાંભળ્યા બાદ તેણે ગુસ્સાથી અંધ બની શાં વેણ ઉચ્ચાર્યા છે એ તમને ખ્યાલમાં પણ આવે તેવા નથી. તેણે કહ્યું કે : " તું ઋષિકેશના પ્રેમમાં આંધળી બની મને