ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 72

  • 1.9k
  • 916

(૭૨) દિલ્લી દરબારમાં વીરમદેવનો ડંકો.          મથુરાથી દ્વારિકા વસીને ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતને ગૌરવ આપ્યું. અહીં ચાલુક્યવંશનો વનરાજ ચાવડો થઈ ગયો. સોલંકી મૂળરાજ, ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા પ્રતાપી નરેશો થઈ ગયા. એ ગુજરાતની ઉત્તરે અંબાજી જતા વચમાં ઈડર આવે. ઈડરના મહારાજા નારાયણદાસ. એમની જીવન-સંધ્યાએ તેઓ દુ:ખી હતા. ઘણાં ચિંતિત હતા. જિંદગીના અંતિમ દિવસોમાં આવી પડેલી પરાધીનતા તેમને શલ્યની માફક સાલતી હતી. તેઓ વીર રાજપૂત હતા. સ્વતંત્રતાના ચાહક હતા. પોતાની પુત્રી વીરમતીના લગ્ન એમણે મેવાડપતિ મહારાણા પ્રતાપસિંહ સાથે કર્યા હતા. બાદશાહ અકબરની સત્તા ગુજરાતમાં સ્થિર થઈ ચૂકી હતી. મોગલ સુબાએ તેમના પ્રદેશ પર આક્રમણ કર્યું. કારણ