સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 111

(47)
  • 3.4k
  • 3
  • 2.1k

સ્ટ્રીટ નં 69પ્રકરણ : 111શુભ ચોઘડીએ ગણપતિબાપ્પાની નિશ્રામાં વરવધુને મંગળફેરા ફરાવ્યાં. સૌ વડીલોનાં આશીર્વાદ લીધાં. સામ સામે વ્યવહાર થયાં. સુનિતા સોહમને ભેટી પડી એની આંખમાં આંસુ ઊભરાયાં કહ્યું “દાદા શુભઘડીમાં ઘડીયા લગ્ન લેવરાવ્યાં હું અને મંગેશ બંન્ને ખુબ ખુશ છીએ. દાદા મને ખબર છે તમારું આગળનું પ્રયાણ...” સોહમે સુનીતાનું કપાળ ચૂમીને એને શુભેચ્છા આપી પછી મંગેશને બોલાવી કહ્યું “મારી નાની બેન સુનિ - તમને સોંપું છું મારાં આઈબાબાનાં આશીર્વાદ છેજ અમારી કાયમ શુભકામનાં છે મંગેશ તમને જાણ્યાં પછી હવે હું નિશ્ચિંન્ત છું તમે ત્રયંબકેશ્વર અઘોરીજી પાસેથી બધું જાણેલજ છે નવું કશું કહેવાનું નથી... મારી નાની બહેન બેલા અને આઈબાબા..”. મંગેશે