પ્રેમની અનુકંપા - ભાગ ૪

  • 2.2k
  • 2
  • 1.6k

આજનો દિવસ મારા માટે ખાસ બની રહેશે તેવું વીર વિચાર કરી રહ્યો હતો. તે આજે પલ્લવીને મળીને પોતાના દિલની વાત કહેવા માંગતો હતો. જેથી તેને ખ્યાલ આવી જાય કે જો પલ્લવી મારા પ્રેમને સ્વીકારશે તો હું પ્રકૃતિ સાથે ની સગાઈ તોડી નાખીશ અને પલ્લવીને જ મારી જીવનસાથી બનાવી લઈશ કેમકે પલ્લવી મારી પહેલી પસંદ છે. અને મારી સમોવડી પણ.તૈયાર થઈને વીર આજે પોતાની સ્પોર્ટ બાઈક નહિ પણ પપ્પાની કાર લઈને કોલેજ જવા નીકળ્યો. આમ તો ઘણી વખત કાર લઈને વીર જતો એટલે પપ્પાએ તેને કઈ પૂછ્યું નહિ અને કાર ની ચાવી તરત આપી દીધી. વીર તો કાર લઈને કોલેજ પહોંચ્યો.