પ્રેમની અનુકંપા - ભાગ ૫

  • 2.7k
  • 1
  • 1.5k

વીર કોલેજ પર પહોચ્યો. રસ્તામાં તે વિચારોમાં ખોવાઈ ગયો. કે હું પલ્લવીને શું કહીશ.?પલ્લવીને મારી સગાઈ વિશે વાત કરીશ તો તે મારાથી દૂર જશે અને હું એવું ઈચ્છતો નથી એટલે તેણે પોતાની સગાઈની વાત છૂપાવી રાખવી જ યોગ્ય લાગી.કોલેજમાં લેક્ચર પૂરા થયા એટલે બન્ને કોલેજના ગેટ પાસે મળ્યા. વીર ને પલ્લવી સાથે રહેવું હતું પણ પ્રકૃતિ સાથે સગાઈ થશે એ વિચારથી તે થોડો અપસેટ હતો પણ આ અપસેટ પણું તે પલ્લવી સાથે દેખાડવા માંગતો ન હતો એટલે ચહેરા પર ખોટી સ્માઈલ રાખી.વીર ની આજે ક્યાંય જવાની ઈચ્છા હતી નહિ પણ પલ્લવી સાથે વાત કરવા માંગતો હતો એટલે તેણે કોલેજના કેમ્પસમાં