પ્રેમની અનુકંપા - ભાગ ૩

  • 2.6k
  • 1
  • 1.7k

પલ્લવીને ખબર હતી નહિ કે વીર છોકરી જોવા માટે અમદાવાદ ગયો છે. તે દિવસે પલ્લવીએ વીર ની ઘણી રાહ જોઈ પણ વીર ક્યાંય દેખાયો નહિ. બીજે દિવસે પણ કોલેજનાં લેક્ચર પૂરા થયા પછી કોલેજની બહાર સ્કુટી લઈને વીર ની રાહ જોવા લાગી. તે દિવસે વીર કોલેજના લેક્ચર પૂરા કરીને લાઈબ્રેરી પહોચી ગયો અને ત્યાં બેસીને બુક વાંચવા લાગ્યો તેને ખબર હતી કે પલ્લવી મારી કોલેજ બહાર રાહ જોઈ રહી છે પણ તેના મનમાં પલ્લવી નહિ હવે પ્રકૃતિ છવાઈ ગઈ હતી.ઘણી રાહ જોયા પછી વીર દેખાયો નહિ એટલે પલ્લવી ઘરે જવા નીકળી. એક બે મુલાકાતમાં તે વીર નો ફોન નંબર પણ