પ્રેમની અનુકંપા - ભાગ ૨

  • 2.3k
  • 3
  • 1.6k

કોલેજ જતી વખતે વીર વિચારવા લાગ્યો કે કાલે અમદાવાદ જઈશ તો હું તે છોકરી ને કેવી રીતે નાં કહી શકીશ. હાલ મારો કોઈ લગ્નનો વિચાર નથી તેવું બહાનું તો નહિ ચાલે. અને પપ્પાએ એમ જ કઈ છોકરી જોવાનું નક્કી કર્યું નહિ હોય તે મારા લાયક અવશ્ય હોવી જોઈએ. આવા અવનવા વિચારો સાથે લઈને વીર કોલેજ તરફ પોતાની સપોર્ટ બાઈક લઈને જઈ રહ્યો હતો. આમ તો સૂર્યા રેસીડેન્સી થી વીર નર્મદ યુનિવર્સિટી નજીક જ થાય એટલે તે પાંચ મિનિટમાં તો કોલેજ પહોચી ગયો અને કોલેજના લેક્ચર એટેન્ડ કરવા લાગ્યો.ક્લાસ પૂરા થયા એટલે ઘરે જવા કોલેજના ગેટ પાસે બાઇક લઇને વીર પહોંચે