પ્રેમ વચન - 4

  • 1.7k
  • 834

આપણે બધા ભક્ત પ્રહલાદને જાણીએ છીએ. જે તેની ભગવાન નારાયણ પ્રત્યેની ભક્તિ માટે પ્રસિદ્ધ છે. પ્રહલાદ જ્યારે નાનો હતો ત્યારથી જ નારાયણ ની અપાર ભક્તિ કરતો હતો. પરંતુ આ વાત તેના પિતાજી એટલે કે હિરણ્યકશિપુ (હિરણ્યકશ્યપ) ને પસંદ ન હતી. તેથી હિરણ્યકશિપુ પ્રહલાદને મારવા માટે અનેકો પ્રયાસ કરે છે. તેને ઝેર આપે છે, હાથીના પગ નીચે કચડાવે છે, તેને ઝેરી સર્પોથી ભરેલા ઓરડામાં પુરે છે, પરંતુ દરેક વખતે પ્રહલાદ બચી જાય છે. હવે હિરણ્યકશિપુ પોતાની બહેન હોલિકા, કે જેની પાસે એક ખાસ પ્રકારની શક્તિ હતી, તેની મદદ લે છે. તે શક્તિ એટલે કે તેને અગ્નિ બાળી ના શકે. એક દિવસ