ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 25

  • 2.3k
  • 972

મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો.શરૂ માં તો મને ખ્યાલ જ ન આવ્યો કે હું ક્યાં છું.પછી અચાનક મને યાદ આવ્યું કે હું ઈશાનથી બચવા માટે ભાગી રહ્યો હતો અને અચાનક એક કારની સામે આવી ગયો હતો.મેં મારી આસપાસ જોયું તો સૌપ્રથમ મને મારા બેડની બાજુમાં બેઠેલી આભા અને શીલા દેખાઈ."કેવું લાગે છે હવે?" આભાએ ચિંતિત સ્વરમાં પૂછ્યું."તૂટા તૂટા એક પરિંદા એસે તૂટા કે વો જુડ ના પાયા."મેં મારું દુઃખ વ્યક્ત કર્યું.આભામાં ચહેરા પર સ્મિત આવ્યું,"તને મારી જ કાર મળે છે દર વખતે સામે આવવા માટે?"એટલે આ વખતે પણ મારો એક્સિડન