ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 24

  • 2.3k
  • 1k

બધું ખતમ થઈ ગયું હતું.આભાના ઘરે થી વિદાય થયો ત્યાં સુધી મેં સ્વસ્થતા જાળવી રાખી. પણ તેમનાથી દુર નીકળ્યા પછી હું ભાંગી પડ્યો. અત્યારે ઘરે જવાની મારી સ્થિતિ નહોતી એટલે મેં કૉલેજ માટે રિક્ષા પકડી.આભા સાથેની પહેલી મુલાકાતથી માંડીને આજની ઘટના..જાણે મારા મગજમાં એક ફિલ્મ ચાલી રહી હતી.હું આભાના વિચારોમાં એટલી હદે ખોવાઈ ગયો હતો કે કૉલેજ આવી ગઈ અને રીક્ષાવાળા એ રિક્ષા ઉભી રાખી મને તેનો પણ ખ્યાલ આવ્યો નહોતો."અરે ભાઈ ઉતરો." રિક્ષાવાળાએ મને જાગૃત કર્યો."ઓહ હા." કહીને હું રિક્ષામાંથી ઉતર્યો,અને મંથર પગલે કેન્ટીન તરફ આગળ વધ્યો.અત્યારે હું થોડો સમય એકલો બેસવા ઈચ્છતો હતો,પણ સૌરભ અને પ્રકાશ ત્યાં પહેલાંથી