ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 21

  • 2.2k
  • 1.1k

સૌરભથી છૂટો પડીને હું લાઈબ્રેરી તરફ આગળ વધ્યો.મારે થોડા નોટ્સ લખવાના હતા.પણ હું લાઇબ્રેરીમાં પ્રવેશ કરૂ એ પહેલાં મને આભા નજરે પડી.તે પણ કદાચ મને જ શોધી રહી હતી તેનું ધ્યાન મારી તરફ નહોતું.અત્યારે શીલા તેની સાથે નહોતી એટલે મેં તેને બૂમ પાડી,"અરે આભા!"આભાએ મને જોયો અને તાત્કાલિક તેના ચહેરા પર હાસ્ય આવ્યું."પ્રવીણ!" તે ઉત્સાહથી બોલી.હું ઝડપી પગલાં ભરીને તેની પાસે પહોંચી ગયો."ઈશાન શું કહેતો હતો?"તેણે પૂછ્યું.હું ફિક્કું હસ્યો,"કહેતો હતો કે હું તારે લાયક નથી.ભવિષ્ય માં તું મને છોડી દે એના કરતા અત્યારે જ મારે સમજીને તેના રસ્તામાં થી હટી જવું.એને નવાઈ લાગતી હતી કે તું મારામાં શું જોઈ ગઈ