ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 15

  • 2k
  • 1
  • 1.1k

અચાનક મને ખ્યાલ આવ્યો કે મેં સ્વપ્નસુંદરીને પિકઅપ કરવા હા તો પાડી દીધી,પણ તેને પિકઅપ ક્યાંથી કરવાની હતી એ તો મેં પૂછ્યું જ નહોતું. હવે તો મને પણ લાગવા માંડ્યું હતું તે ટોળકી મને બાઘો કહે છે તે બરાબર જ છે.મેં તરત સ્વપ્નસુંદરીને કૉલ કર્યો. તેણે તરત કૉલ રીસિવ કર્યો."જલદી બોલ.મારે પાંચ મિનિટની અંદર ક્લાસમાં જવાનું છે. હમણાં થોડીવારમાં લેક્ચર શરૂ થશે."તે બોલી."હું તને પિકઅપ ક્યાંથી કરું?તારું એડ્રેસ આપ તો ઘરે આવી જાઉં."મેં મારી મુશ્કેલી જણાવી."ઘરે? હે ભગવાન! મારે મારા પ્રેમ પ્રકરણની ખબર શીલા સુધી પહોંચાડવાની છે, મારા માતા પિતા સુધી નહી!થોડું તો મગજ વાપર!"સ્વપ્નસુંદરી અકળાઈને બોલી."તને જોઇને મારું મગજ