ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 14

  • 1.9k
  • 1.2k

હજી હમણાં તો હું સ્વપ્નસુંદરીને મળ્યો હતો.એટલી વારમાં પાછો એનો ફોન આવી ગયો?"સાંભળ.મને ખબર પડી છે કે કાલે શીલા તેના પરિવાર સાથે મૂવી જોવા જવાની છે.""તો આ જાણકારી તું મને શા માટે આપી રહી છે?""અરે ભગવાન!!! આપણે પણ એ મૂવી જોવા જઈશું.""ના.મને મૂવી જોવામાં રસ નથી.એના કરતા મફતમાં વેબ સીરીઝ જોવી સારી.""અરે બાઘા!!!હું શીલા સાથે જવાનું નથી કહેતી.આપણે એ જ શોમાં જઈશું અને એવો પ્રયત્ન કરીશું કે આપણે શીલાની નજરે ચડી જઈએ.""ઠીક છે.શો ક્યારનો છે?""રાત્રે આઠ વાગે.""અરે પણ...રાત્રે તો ઇન્ડિયાની t૨૦ મેચ છે.""અરે તો...ભાડમાં ગઈ મેચ!!કાલે સાડા સાત વાગે મને પિક અપ કરજે."કહીને વધુ વાતચીત કર્યા વગર સ્વપ્નસુંદરીએ કૉલ કાપી