સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-109

(53)
  • 3.6k
  • 4
  • 2.2k

સોહમ સુનિતાનાં ગયાં પછી સાવીને પલંગ ઉપર આમંત્રી એને વ્હાલ કરી એનાં હોઠ પર હોઠ મૂકવા ગયો અને સાવીએ એને અટકાવ્યો.... બોલી.... "સોહમ હવે આ તનનું સુખ આપણાં નસીબમાં નથી... સોરી હું તને કડવી સચ્ચાઇ બતાવી રહી છું આપણો પવિત્ર પ્રેમ છે અને આ કોઇનું ઉધાર લીધેલું શરીર ખૂબ અભડાયેલું છે.. પવિત્ર નથી.. જેનું હતું એ પણ એને છોડીને જતી રહી... આ ભ્રષ્ટ વ્યભીચાર અને ગંદકીથી ભરેલું શરીર તારાં માટે નથી... આપણાં માટે નથી.. હવે પ્રેમ જીવનો જ રહ્યો છે આત્માથી આત્માનો.... આપણી પાત્રતા અને પ્રેમની પરાકાષ્ઠા હવે શરીર સંબંધ સુધી નથી આત્માથી આત્મા અને પરમાત્માને વિલીન થવાની છે.” સોહમની