સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-108

(54)
  • 3.5k
  • 4
  • 2.2k

સોહમ સુનિતાને એનાં રૂમમાં લઇ ગયો. સાવી પાછળજ હતી. ત્રણે જણાં રૂમમાં આવ્યાં. સોહમે પહેલાં સાવી સામે જોયું સુનિતાને કહ્યું “તેં જે કુંભ મારાં કબાટમાં લાલ કપડું વીટાળી મૂક્યો છે એ શું છે ખબર છે ? કોનો છે ?” ત્યાં સાવી બોલી "સોહમ સુનિતાનો મંગળ પ્રસંગ આવે છે આવાં સમયે સુનિતાને કંઈ કહેવું યોગ્ય નથી જ્યાં મંગળ ગીતો ગવાનાં હોય ત્યાં મરસીયાની વાતો ના કરાય” સાવીએજ કબાટ બંધ કરી દીધું. એની આંખો ફરીથી ભરાઈ આવી. સુનિતાએ કહ્યું “સાવીભાભી મેં તમને ભાભી તરીકે સ્વીકારી લીધાં છે મેં બધુ જાણી લીધેલુંજ છે તમારાં લોકોનાં અડધી રાત્રીનાં સંવાદ મેં સાંભળી લીધાં હતાં. તમે