ધૂપ-છાઁવ - 106

(24)
  • 3.3k
  • 3
  • 2k

"ઓકે તમારી જેવી ઈચ્છા મેડમ.." અને ધીમંત શેઠે અપેક્ષાના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને હળવેથી પ્રેમથી દબાવ્યો અને ખાતરી આપી કે, તું ચિંતા ન કરીશ હું તારી સાથે જ છું.. અને એટલામાં અપેક્ષાનું ઘર આવી ગયું એટલે ધીમંત શેઠે પોતાની કારને અટકાવી અને અપેક્ષા નીચે ઉતરવા માટે ઉભી થઇ એટલે ધીમંત શેઠે ફરીથી તેનો હાથ પકડ્યો અને, "આઈ લવ યુ, ડિયર" કહ્યું. ધીમંત શેઠના આ મીઠા શબ્દો અપેક્ષાના નાજુક દિલને સ્પર્શીને જાણે હ્રદય સોંસરવા ઉતરી ગયા અને તે પણ ભાવવિભોર બની ગઈ અને ધીમંત શેઠની સામે પ્રેમભરી દ્રષ્ટિએ જોઈને, "આઈ લવ યુ ટુ.." બોલીને પોતાના ઘર તરફ તેણે