ક્રિમિનલ કેસ - ભાગ 8

  • 3.6k
  • 1
  • 2.5k

આચલ અને પીહુ કાર તરફ વળે છે. કારમાં જોતાં જ બન્ને એકબીજાને તાકવા લાગે છે. બન્ને હજી વિચારતાં જ હોય છે ત્યાં વિવાનનો અવાજ સંભળાય છે. “શું વિચારો છો તમે? ચાલો બેસો કારમાં”“આવી રીતે? ”આચલએ પૂછયું“કેમ કોઈ પ્રોબ્લેમ છે? ”“હા! આચલ હું આવી રીતે નહીં બેસું. તું આ વાંદરાને કહે આગળ બેસી જાય”આચલ અને પીહુ કારમાં ન બેસતા બહાર ઊભા હતાં. તેથી વાની તેની કારમાંથી બહાર આવે છે. અને ન બેસવાનું કારણ પૂછે છે. ત્યાં આચલ બોલે છે, “આ જો, વિવાન ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો છે પણ આ અભય એની બાજુમાં ન બેસતા પાછળ બેસ્યો છે. ”વાની કારમાં જુએ છે