અમે બેંક વાળા - 31

  • 1.2k
  • 592

*ધ સિનિયર મેનેજર* આશરે 2006 થી 2008 વચ્ચેનો સમય હતો. અમુક સમય એવો ગયો કે જ્યારે પ્રોફેશનલ ટેક્સ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવતો. દર મહિને તેમને પગાર થાય એટલે કર્મચારીઓની વિગત અને ટેકસ કાપ્યાનું ચલણ મોકલી આપવાનું. ત્યાર પછી ફરી પાછો પ્રોફેશનલ ટેક્સ, સેલટેક્સ ડિપાર્ટમેન્ટ જે સાથે સંકળાયેલો હતો તેમાં ફરીથી જતો રહ્યો. અમુક સમયનો ટેકસ મ્યુનિસિપાલિટી કહે હું માંગુ અને એ જ સમયનો પેલું સરકારી ખાતું માગે. અમારે ચલણ બતાવી ખાતરી કરાવવાની કે કોઈને તો ટેકસ ગયો છે અને તેણે જ લેવાનો હતો.હવે બે ડિપાર્ટમેન્ટ એક જ ટેક્સ લે અને તેમાં પહેલાનો ટેક્સ આવ્યો અને બીજામાં ભરાયો તેનું reconcilliation