અકલ્પિત સફર

  • 5.9k
  • 2.4k

અંજલિ, બેટા સુઈ જા હવે, કાલે સવાર ની ટ્રેન છે મોડું થઈ જશે....""હા, મમ્મી બસ થોડી વાર..""બેટા ઘડિયાળ ના જો જરાક, બાર વાગવા આવ્યા છે... સુઈ જા ચાલ હવે.... અને હા કાલ નું પેકીંગ કરી દીધું છે કે પછી...""અરે, હા મમ્મી કરી દીધું છે... ""મામા ને ફોન કર્યો છે ને કે કાલે તું આવે છે?""ના મમ્મી,હું એમને સરપ્રાઈઝ આપવા માંગુ છું, તેતો ફોન નથી કર્યો ને??""ના, કામ ને કામ માં ફોન કરવાનો રહી ગયો છે..ચાલ સુઈ જા હવે.. સવારે તારા પપ્પા ને હું તને મૂકી જાસુ સ્ટેશન પર..""હા, સારુ કર્યું તે મામા ને ના કીધું કે હું આવ