હાસ્ય લહરી - ૯૩

  • 2k
  • 830

સંસાર પણ એપ્રિલફૂલ છે..!   સાર-અસાર ને સંસારમાં સાંધાની સૂઝ નહિ હોય એને પણ લગન તો કરવા પડે. રતનજીને પૂછો તો એમ જ કહે, વિવાહ એટલે મીનીમમ લગન, ને લગન એટલે મેક્ષીમમ વધન, ઉર્ફે એપ્રિલ-ફૂલ..! સ્વાતંત્ર્ય દિવસ ક્યારે આવે એમ પૂછીએ તો આજે પણ એમ જ કહે કે, ‘વર્ષમાં બે વખત આવે. એક ૨૬ મી જાન્યુઆરીએ ને બીજી ૧૫ મી ઓગષ્ટે..! જે દિવસે ઝંડો ફરકાવીએ એ દિવસે સ્વાતંત્ર્ય દિન..! સા.બુ.નો (સામાન્ય બુદ્ધિનો) સાવ કંગાળ..! મને કહે, ‘ રમશુઉઉ..! એપ્રીલ-ફૂલ પણ વર્ષમાં બે વખત આવે, ૧ લી એપ્રિલે, ને બીજી વરઘોડો કાઢીએ ત્યારે..! લગન પણ એપ્રિલ-ફૂલનું થ્રીલર જ છે. ધામધુમીના માહોલમાં