હાસ્ય લહરી - ૯૧

  • 2.9k
  • 1
  • 1.2k

માણસ નરમ પણ ચણા ચોર ગરમ...! મગજમાં તાવડો એ વાતે તપે છે કે, સાચું વિધાન ચણા ચોર ગરમ’ છે કે જોર ગરમ’? આટલું સમજવામાં રતનજીનું ભેજું હજી ફૂટબોલની માફક ચરણ-પ્રહાર ખમી રહ્યું છે. મારી ખુદની હાલત પણ, ચાઈનાના માલના ગ્રાહક જેવી છે, હું પણ વિચારોની કબડ્ડી રમી રહ્યો છું. મગજમાં ‘ચણા ચોર ગરમ’ નો ડેટા એવો ફીટ થઇ ગયેલો છે કે, કોઈ જોર ગરમ’ બોલે તો ‘ડલ્લો’ લુંટાઈ જતો હોય એટલું દુખ થાય..! આ જોઇને મારા છોકરાં પણ હસે. જીભમાં સ્વાદનો સાલો કરંટ જ નહિ આવે તે અલગ..! સંવેદના પણ જાગવી જોઈએ ને મામૂ..? એના કપાળમાં કાંદા ફોડું લૂલીમાં રસ