તરલા

(15)
  • 1.8k
  • 1
  • 598

તરલા- રાકેશ ઠક્કર કોઈ ગૃહિણીને કારકિર્દી બનાવવા કેટલો સંઘર્ષ કરવો પડે છે એ બતાવતી ફિલ્મ ‘તરલા’ દરેક મહિલાએ જોવા જેવી છે. એમાં એક સામાન્ય મહિલાની અસામાન્ય વાર્તા છે. OTT પર રજૂ થયેલી ફિલ્મ ‘તરલા’ માં હુમા કુરેશી છવાઈ ગઈ છે. જાણીતા શેફ તરલા દલાલની ભૂમિકાને તેણે એવો ન્યાય આપ્યો છે કે હુમા ક્યાંય અભિનય કરતી હોય એવું લાગતું જ નથી. તે તરલાના જીવનને જીવતી દેખાય છે. ‘મહારાની’ વેબસિરીઝમાં પ્રભાવિત કરનાર હુમાને ‘તરલા’ પછી વધુ દમદાર ભૂમિકાઓ મળી શકે છે. સ્કૂલ ગર્લથી લઈને માતા સુધીની ઉંમરના દરેક પડાવમાં તેનો અભિનય કાબિલેતારીફ છે. જ્યાં જેવી પરિસ્થિતિ આવે ત્યાં એવા અભિનયમાં ઢળી જાય