જલપરી ની પ્રેમ કહાની - 23

  • 2.4k
  • 1.2k

રાજકુમારી મીનાક્ષીને મંત્રી શર્કાન ઉપર એટલો ગુસ્સો આવી રહ્યો છે કે એને મન થાય છે કે, હમણાં જ પિતાજીના હાથમાંથી એમનો ન્યાય દંડ લઈને એના શરીર ની આરપાર કરી દઉં. પિતા મહારાજ દરવખતે આ ષડયંત્રકારી કુટિલ શર્કાન ની ચાલમાં કેમ આવી જાય છે સમજાતું નથી. પિતામહારાજ એજ જુએ છે જે તેમને આ કુટિલ મંત્રી બતાવે છે. એ એની જ વાતનો વિશ્વાસ કરે છે. મીનાક્ષી પોતાના મનમાં વિચાર કરી રહી છે. હવે મૌન કેમ છે મીનાક્ષી? જવાબ આપ આમ કરવાની જરૂર કેમ પડી તને. આ માનવ માટે થઈને તે પોતાના રાજ્ય અને પિતા સાથે દ્રોહ કર્યો? પોતાની આ રાજ્ય પ્રત્યેની તમામ