એની વાતો કહી રહી હતી. સાવીનું આખું શરીર ધ્રુજી રહેલું..... સાવીની આંખો વિસ્ફારીત થઇ ગઇ અને અચાનક શાંત થઇ ગઇ. એણે વાસંતીનું શરીર ધારણ કરેલું એ એકદમ શિથિલ થઇ ગયું. વાસંતી એમાંથી મુક્ત થઇ અને સાવીએ કહ્યું “આગળનું હું જાણું છું એ મારાં અગાઉનાં અઘોરી ગુરુજ હતાં એમણે તારો જીવ લીધો એ પાપમાં પડ્યાં. “ “મારી ગુરુદક્ષિણાની વિધી કરાવવા પાપ આચર્યું એમાં એમની કાળી વાસના જવાબદાર હતી. એ શરીર તારું મારી સામે પડેલું. ગુરુ પણ શિક્ષાથી નશિયત થયાં એમનાં ઉપર સ્ત્રી હત્યાનું પાપ હતું. સિધ્ધીનાં ગુમાનમાં ના કરવાનું કરી બેઠાં. અંતે એ પણ ગુરુશ્રાપનાં ભોગ બન્યાં...” “મને એ નથી સમજાતું