અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૯)

(12)
  • 2.7k
  • 2
  • 1.4k

ગતાંકથી.... સવારના પહોરમાં ઊંઘ ઉડતા જ ડેન્સીએ જોયું કે તેની સાથે રહેલી જૂલી બેઠી બેઠી ચા પીવે છે. જુલીને જોતા જ ડેન્સીના શરીર પર ની રુવાંટી ઊભી થઈ ગઈ .આવી રીતે ચોવીસે લાક પહેરામાં રહેવાનું તેને અસહ્ય થતું જતું જ હતું. હવે આગળ... ડેન્સી તીવ્ર અવાજે બોલી : " તોબા !ઓ પ્રભુ તોબા!! તોબા!!! આ પ્રમાણે નજરબંદીમાં રહેવાનું હવે મને જરીકે ગમતું નથી. તમે કહો તો ખરા કે આવી મુશ્કેલી મારે ક્યાં સુધી ભોગવવાની છે." જુલી મંદ સ્મિત કરી બોલી : "એ તો પ્રભુજ જાણે !પરંતુ મને લાગે છે કે બહુ દિવસો તો નહીં જ." ડેન્સી વધારે જુસ્સાથી કહેવા લાગી