શમણાંની શોધમાં - પ્રકરણ 40

(49)
  • 3.2k
  • 2
  • 1.4k

          દસેક દિવસ બાદ શ્યામ પઠાનકોટથી નીકળ્યો. ચાર્મિએ એ દસ દિવસ એને ખાસ રિવોલ્વરથી નિશાન લગાવતા શીખવ્યું હતું. એને વિકટર કે એના માણસોનો એટલો ડર ન હતો પણ છતાં એ સાવધાની રાખી રહ્યો હતો. ચંડીગઢથી અમદાવાદની ફ્લાઈટ ટીકેટ ચાર્મિએ બુક કરાવી દીધી હતી. ચાર્મિ એનો ખુબ જ ખ્યાલ રાખતી હતી. પઠાનકોટથી ચંડીગઢ સુધી એ બસમાં પહોચ્યો. ચંડીગઢ પહોચ્યો ત્યારે બપોરના ચારેક વાગ્યા હતા.           એ સતારા બસ સ્ટેશનથી બહાર નીકળ્યો. અર્ચનાને એ પ્રથમવાર મળ્યો એ મોટા ઝાડ અને મંદિર આગળ એના પગ અનાયાસે જ અટકી ગયા. શ્યામ છેલ્લી નજર કરીને એ જગ્યાને