શમણાંની શોધમાં - પ્રકરણ 38

(55)
  • 2.9k
  • 2
  • 1.4k

          બીજી સવારે શ્યામ અને ચાર્મિ કેન્ટીનમાં મળ્યા ત્યારે ચાર્મિએ શ્યામને ગઈ કાલે પાર પાડેલા કામ વિશે માહિતી આપી.           “લેપટોપ આવી ગયું છે, કાલ સાંજ સુધીમાં આઈ.ટી. ટીમ એનો પૂરો રીપોર્ટ આપી દેશે.”           “ઓકે.”           “યાર તું મુડ ઓફ કરકે કયું બેઠા હે?” શ્યામના ચહેરા પર ઉદાસીના વાદળ જોઈ ચાર્મિએ પૂછ્યું.           “ચાર્મિ, મારા સાથે આ બધું થશે એ મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી. અને હવે આગળ શું થશે એની પણ કલ્પના થઇ શકે એમ નથી.”