હાસ્ય લહરી - ૯૦

  • 2.4k
  • 872

બ્રાન્ડેડ કુતરાની કરમ કહાણી..!   બ્રાન્ડેડ માણસ તો નહિ થવાયું, પણ ‘બ્રાન્ડેડ’ કુતરાઓને મોંઘીદાટ ગાડીઓમાં નવાબી ઠાઠ સાથે સહેલગાહી કરતાં જોઉં છું ત્યારે, મને શિયાળામાં પણ ચામડી ઉપર જજેલાં ઉભરી આવે..! ચચરી આવે બોસ..! એમ થાય કે, પૂરવ જનમના કેવાંક કરમ હશે કે, આપણે સાલા ફાટેલા ને ખખડી ગયેલા ફટફટીયા ઢસડવાના, ને કૂતરાં જાણે હનીમુન પેકેજ ઉપર નીકળ્યા હોય એમ, મોંઘીદાટ ગાડીમાં ફરે..! પ્રેસર ઊંચું-નીચું થઇ જાય દાદૂ..! મતદાર યાદીમાં જેના નામ નહિ, રેશનકાર્ડના પુરાવા નહિ, ને આધાર-કાર્ડ તો મુદ્દલે નહિ, એ કુતરડું જલશા કરે ને આપણે ધૂપમાં ધુમાડા કાઢવાના, ચચરાટ તો થાય જ ને..? જ્યારે જ્યારે આવાં ‘લકઝરીયર્સ’ ડોગાઓને