હાસ્ય લહરી - ૮૧

  • 2.6k
  • 948

ગળાના સોગંદ ખાયને કહું છું કે...! ટેણીયા...હતાં, ત્યારે ન્યાય માટે વકીલ રોકવાની જરૂર નહિ પડતી, ‘ખા, મારાં ગળાના સોગંદ’ કહેતાં એટલે મામલો ઠાર થઇ જતો .! ભગવાનને બદલે ગળાના સોગંદ વધારે ખાતાં. ગળું જ અમારા ઇષ્ટદેવ હોય એમ ગળાને દાવ ઉપર મૂકી દેતાં..! ગળાના સોગંદ ખાધાં એટલે ઝઘડા ચત્તાપાટ..! . સોગંદ ખાવામાં જેટલું ગળું ઉપયોગી નીવડ્યું છે, એટલાં અમારા હાથ-પગ-કાન-નાક-જઠર કે કીડની ક્યારેય કામમાં આવ્યા નથી. અને સોગંદ ખાવામાં આડા પણ આવ્યા નથી. દરજીએ (ખમીશ બનાવવા) ગળું કાપવાની ઘૃષ્ટતા ઘબીવાર કરી હોવા છતાં, ક્યારેય અમે એમના માટે દ્રેષભાવ રાખ્યો નથી. સંસ્કારી છીએ ને યાર..! બાકી તાકાત શું કે, આપણી મિલકત